Skip to main content
Settings Settings for Dark

દિવાળી તહેવાર નિમિત્તે આ વર્ષે 80 ટન જેટલા રંગોળીના કલરના વેચાણની શક્યતા

Live TV

X
  • દિવાળીના તહેવારો પર રંગોળીનું અનોખું મહત્વ હોય છે. આ તહેવારો પર લોકો રંગોળી કરે છે. દિવાળીના તહેવારો પર રંગોળી કરવાનું મુખ્ય મહત્વ એવું છે કે રંગોળી બનાવવું એ શુભ કાર્ય માનવામાં આવે છે. રંગોળી બનાવવાથી ઘર અને દુકાનોમાં સમૃદ્ધિ આવે છે ત્યારે લોકો વાઘ બારસથી જ રંગોળી બનાવવાની શરૂઆત કરે છે.

    ત્યારે પોરબંદરની બજારમાં હાલ રંગોળીના કલરનું વેચાણ થઈ રહ્યું છે. જેને લીધે આ સીઝનલ વેપાર ધમધમી ઉઠ્યો છે. બજારમાં હાલ અલગ અલગ 27 પ્રકારના કલરનું વેચાણ જોવા મળી રહ્યું છે. તો બજારમાં આ કલરનો ભાવ પ્રતિકીલો રૂપિયા 8 થી 12 સુધી જોવા મળી રહ્યો છે.

    પોરબંદર શહેરમાં રંગોળીમાં કલરનું વેચાણ કરતા વેપારીઓ જણાવ્યા અનુસાર આ વર્ષે 80 ટન જેટલો રંગોળીના કલરનું વેચાણ થવાની શકયતા રહેલ છે. જોકે આ કલર વેપારીઓ રાજકોટ,જામનગર અને ભાણવડ પંથકમાંથી મગાવે છે. હાલ તો દિવાળીના તહેવારને લઈને કલરના વેચાણમાં મંદી જોવા મળી રહી છે, પરંતુ આ આગામી દિવસોમાં કલરના વેચાણમાં તેજી આવશે તેવી પણ વેપારીઓ શક્તયા રહેલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply