દીવમાં આવેલી આંગણવાડીમાં આપણું રસોડું આપણી જવાબદારી કાર્યક્રમ યોજાયો
Live TV
-
વાનગીઓની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આવેલી આંગણવાડીમાં આજે એચ. પી. સોમનાથ ગેસ એજન્સી દ્વારા તથા સીડીપીઓ વિભાગ અને મિશન શક્તિના સંયુક્ત ઉપક્રમે આપણું રસોડું આપણી જવાબદારી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એચ. પી. ગેસ સોમનાથ એજન્સીથી આવેલા સ્ટાફ દ્વારા એચ. પી. ગેસ રાજકોટ ઝોનથી પુષ્પેન્દ્ર વસીસ્ટ, સીડીપીઓ વૈશાલી બારિયા અને સોમનાથ ગેસ એજન્સીના અમૃતલાલ ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વાનગીઓની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ગેસને ઉપયોગ કરતી વખતે કઈ-કઈ તકેદારી રાખવી તથા ગેસની નળીને દર પાંચ વર્ષે બદલાવવી અને દરરોજ રસોઈ કર્યા બાદ રેગ્યુલેટર બંધ કરવું જેવી અનેક સુરક્ષા તથા સાવધાની વિશે માહિતી અપાવામાં આવી હતી. તો કાર્યક્રમ દરમિયાન પોષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આંગણવાડીની ટીચર તથા વર્કરોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
વિજેતાઓને ઈનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા
ત્યારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો. તો વિજેતાઓને ઈનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એચ. પી. ગેસ દ્વારા ખાસ લોકોને સંદેશ પાઠવવામાં આવ્યો છે કે, આપણા ઘરે ગેસની તપાસ કરવા આવતા અમારા કર્મચારીઓને સહયોગ કરવો અને જો કોઈ તમને શંકા ઉત્પન્ન થાય તો અમારી એજન્સીનો સંપર્ક કરવો. આ રીતે આપણુ રસોડું આપણી જવાબદારી કાર્યક્રમ સફળ નિવડ્યો હતો.
