ખેડાના નડિયાદમાં ઇન્દીરાનગરીના સ્લમ વિસ્તારના બાળકો માટે મફત શિક્ષણનો મહા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો
Live TV
-
ખેડા જિલ્લાના નડિયાદમાં ઇન્દીરાનગરીના સ્લમ વિસ્તારના બાળકો માટે મફત શિક્ષણનો મહા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. કનૈયા ધનગઢની આગેવાનીમાં શિક્ષિત યુવાનોનું એક મંડળ ઉભુ કરવામાં આવ્યું છે.
પાંચ થી છ જેટલા શિક્ષિત યુવક યુવતીઓ ભેગા થઈ દર રવિવારે સવારે ત્રણથી ચાર કલાક આ સ્લમ વિસ્તારના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપી રહ્યાં છે.
આ અભ્યાસ કરતા બાળકોમાંથી કેટલાક સારા ટકાએ ધોરણ 10 અને 12 પાસ કરી પોતાનો વ્યવસાય સાથે આગળ અભ્યાસ કરી રહ્યા છે. તેવા યુવક મંડળના પ્રમુખ કનૈયાભાઈને તાજેતરમાં તેમની આ સેવાકીય પ્રવૃત્તિને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પત્ર પાઠવ્યો છે. આ પત્રથી આ મંડળના સભ્યોના ઉત્સાહમાં વધારો થયો છે.
