દીવ વહિવટી તંત્ર દ્વારા માછીમારને દરિયો ખેડવાનગી અપાઇ પરવાનગી
Live TV
-
દીવ વહિવટી તંત્ર દ્વારા માછીમારોને ચાર માસ બાદ દરિયો ખેડવાની પરવાનગી આપવામાં આવી છે. દીવ તંત્ર દ્વારા દરિયો ખેડવાની પરવાનગી મળતા બોટ માલિકોએ પોતાના સહ કર્મી સાથે બોટને દરિયામાં ઉતારી તેની પૂજા-અર્ચના કરી અને હર્ષોલ્લાસ સાથે માછીમારી માટે મોકલી હતી.
દીવ વહિવટી તંત્ર દ્વારા માછીમારોને ચાર માસ બાદ દરિયો ખેડવાની પરવાનગી આપવામાં આવી છે. દીવ તંત્ર દ્વારા દરિયો ખેડવાની પરવાનગી મળતા બોટ માલિકોએ પોતાના સહ કર્મી સાથે બોટને દરિયામાં ઉતારી તેની પૂજા-અર્ચના કરી અને હર્ષોલ્લાસ સાથે માછીમારી માટે મોકલી હતી. દીવના ગોમતી બીચ સામે વણાકબારા નું બાણું જ્યાંથી મોટા ભાગની બોટ પસાર થાય છે. આ સ્થળે લોકો બોટની પૂજા અર્ચના જોવા એકત્રીત થયા હતાં. માછીમોરોએ દરિયા દેવને નાળિયેર વધેરી , દુધનો અભિષેક કરીને પરિવારની બરકત માટે પ્રાર્થના કરી હતી. આ વર્ષે કરોનાના કપરા કાળમાં દીવ તંત્ર દ્વારા તમામ ખલાસી તથા ટંડેલ નું કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવામાં આવ્યુ હતું તથા માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની સુચના આપી છે.
