ગુજરાત ATSએ ભાજપના નેતાઓને ટાર્ગેટ કરવાના કાવતરાનાં વધુ 5 આરોપીઓની ધરપકડ
Live TV
-
છોટા શકીલ ગેંગ દ્વારા ગુજરાત ભાજપના આગેવાનોને ટાર્ગેટ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જે અંગે એટીએસને બાતમી મળતાં તેમણે તપાસ હાથ ધરી હતી.
એટીએસને આ કાવતરા સાથે જોડાયેલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. થોડાક દિવસો અગાઉ એટીએસે એક હોટલમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો તે દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ આરોપીની પુછપરછ કરતાં આ કાવતરામાં સંડોવાયેલા અન્ય શખ્સોનાં નામ પણ સામે આવ્યા હતા.
જેના આધારે એટીએસે ત્રણ આરોપીઓની મુંબઈથી, એકની અકોલાથી તો એકની બેંગલોરથી એમ મળીને કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ આ તમામ આરોપીઓની પુછપરછ ચાલી રહી છે.
