સરહદી ક્ષેત્ર નખત્રાણાના યુવાનોને હવે ઘરઆંગણે મળશે કૉલેજની સુવિધા
Live TV
-
યુવા છાત્રોના હિત અને સુવિધાને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - નખત્રાણા વિસ્તારના યુવાઓને ઘરઆંગણે કોલેજની સુવિધા યથાવત
કચ્છના સરહદી ક્ષેત્ર નખત્રાણાની કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત GMDC આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ વિસ્તારના તત્કાલિન જનપ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ જાડેજાએ યુવા છાત્રોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી કે, આ કોલેજનું સંચાલન રાજ્ય સરકાર ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે કરે તો નખત્રાણા અને આસપાસના ગામોના યુવા છાત્રોને કોલેજ કાર્યરત રહેવાથી ઘરઆંગણે જ અભ્યાસની સુવિધા મળી રહે.
મુખ્યમંત્રીએ તેમની રજૂઆતને ધ્યાને રાખીને આ કોલેજને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેથી હવે સ્થાનિક વિદ્યાર્થીઓને નખત્રાણાની બહાર અન્ય કોલેજમાં ભણવા જવું પડશે નહીં. આ કોલેજ વર્ષ 2001થી GMDC દ્વારા ચાલી રહી છે.
