Skip to main content
Settings Settings for Dark

દુનિયામાં ત્રીજા નંબરનો સૂર્ય ઉર્જા ઉત્પાદન કરવા તરફ ભારત અગ્રેસર

Live TV

X
  • ગુજરાત સૂર્ય ઉર્જા ઉત્પાદનમાં દેશમાં અગ્રીમ હરોળમાં આવી ગયુ છે. જેથી સાંતલપુરથી સુરત સુધી વાર્ષિક 2 કરોડ યુનિટ વીજળી મળી રહી છે.

    દુનિયામાં ત્રીજા નંબરનો સૂર્ય ઉર્જા ઉત્પાદન કરવા તરફ ભારત અગ્રેસર બની રહ્યુ છે, ત્યારે ગુજરાત સૂર્ય ઉર્જા ઉત્પાદનમાં દેશમાં અગ્રીમ હરોળમાં આવી ગયુ છે. એશિયાનો સૌથી મોટો સૂર્ય ઉર્જા પ્લાન્ટ પાટણ જીલ્લાના ચારણકામાં છે.

    કચ્છ, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં સૌથી વધુ સોલાર પાવર ઉત્પાદનની ક્ષમતા રહેલી છે. જેના કારણે પાટણ જીલ્લાના સરહદી વિસ્તાર સાંતલપુર તાલુકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક આવ્યા બાદ હવે જીલ્લામાં દરેક તાલુકે નાના સોલાર પ્લાન્ટ લાગતા પર્યાવરણ અનુકુળ વીજળી મળતી થઇ છે.

    સાંતલપુરના બામરોલી ખાતે 45 એકર જમીનમાં 13 મેગાવોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરતા સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી છે અને સાંતલપુરથી સુરત સુધી વાર્ષિક 2 કરોડ યુનિટ વીજળી મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply