Skip to main content
Settings Settings for Dark

આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતમાં જામનગરના હાપા APMCમાં પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ યોજાયો

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કર્યું હતું.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતમાં જામનગરમાં હાપા એ.પી.એમ.સી. ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને ગુણો વિશેની ચર્ચા કરી, પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કર્યું હતું.

    કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત ભાઈઓએ પોતાના અભિપ્રાયો વર્ણવી પ્રાકૃતિક કૃષિના ફાયદાઓથી સૌને અવગત કરાવ્યાં હતા. કાર્યક્રમ સ્થળે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ગાર્ડ ઓફ ઓનર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મય ગરચર, મેયર વિનોદ ખીમસુરીયા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પ્રકાશ રબારી, સખી મંડળની બહેનો, શિક્ષક ગણ, યોગ પ્રશિક્ષકો તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply