Skip to main content
Settings Settings for Dark

22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી કરશે તરભ વાળીનાથ ખાતે શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા

Live TV

X
  • કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલે PMના સભાસ્થળની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું.

    મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 4 દિવસ અગાઉ મંદિરના પ્રાંગણમાં અતિરુદ્ર યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જ્યાં આવતીકાલે 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તરભ વાળીનાથ ખાતે શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

    આ કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇને વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ કામે લાગ્યા છે. ત્યારે કાર્યક્રમ પૂર્વે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સભા સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતુ.

    આ મહોત્સવમાં અનેક સંતો ભજન, ભોજન, સત્સંગ અને સંસ્કૃતિનું જ્ઞાન આપી રહ્યા છે. ગામના મંદિરના મહંત જયરામ ગિરિ બાપુ દ્વારા પધારેલ સંતોનું સન્માન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.

    ગઈકાલે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત મહા મંડલેશ્વર દિલીપદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ચંદવાડાના માનસરોવર દાસજી મહારાજ, બાલિસાણાના સંત રામગીરીજી મહારાજ, તલોદના રામ મનોહર દાસજી મહારાજ, મેસરિયાના મગનીરામજી મહારાજ, તરભના કોઠારી દશરથ ગિરિજી મહારાજ, તોરણિયાના રાજેન્દ્ર દાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply