Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

Live TV

X
  • સમગ્ર રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિ - દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો પ્રારંભ થયો છે.

    જેમાં કમિશનર  ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ ડો.ધવલકુમાર પટેલે દ્વારકા તાલુકાના ખતુંબા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવાનો મુખ્ય ઉદેશ્યની વાત કરીને પ્રભારી સચિવ  ડો.ધવલ પટેલે ગામના સર્વે નાગરિકોને પોતાના દીકરા-દીકરીને કોલેજ સુઘી શિક્ષણ પૂર્ણ કરાવવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આજથી અક્ષર જ્ઞાનનો આરંભ કરનાર સર્વે ભૂલકાઓને તેમના ઉજ્જવલ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવીને તેમણે જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે, તેની રસપ્રદ દષ્ટાંતપૂર્વક વાત કરી હતી. 

    આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ શાળાના બાળકો સાથે સહર્ષ સંવાદ કરીને નાના ભૂલકાઓને નિયમિત પોતાને મનગમતી ઘરની બહાર રમાતી રમતો રમવા માટે જણાવ્યું હતું. આ રમતો રમવાથી તેમને શું ફાયદાઓ થશે, તેની પણ માહિતી આપી હતી. તેમણે રોજિંદા જીવનમાં પૌષ્ટિક ખોરાક લેવા પણ જણાવ્યું હતું. ઘરમાં નાના-મોટા ભાઇ-બહેન હોય તો તેમને પણ સાથે રમવા લઇ જવા કે સાથે રમવા પર પણ ખાસ ભાર મુક્યો હતો. આમ કરવાથી નાના-મોટા ભાઇ બહેનો વચ્ચે એક અલગ આત્મિયતા કેળવાય છે. તેમણે બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં શિક્ષણ મેળવવું કેમ જરૂરી છે, તેની પણ વાત તેમની આગવી શૈલીમાં કરી હતી.કલેકટરએ વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા માટે અનુરોધ કરીને તેમની ઉજ્જવલ કારર્કિદી માટે યોગદાન આપવા જણાવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત અંદાજિત આંગણવાડીમાં 05, બાલવાટિકામાં 10 જેટલા ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી.આ તકે જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર.જાડેજા, ભૂસ્તરશાસ્ત્રી કે.જે. રાજપુરા, મામલતદાર અનિલ ભેડા સહિત એસ.એમ.સીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply