Skip to main content
Settings Settings for Dark

પ્રવેશોત્સવના ફલ સ્વરૂપ બાળકો આજે ઉચ્ચ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રે ઉચ્ચ પદો પર બિરાજતા થયા:કૃષિ મંત્રી જીતુ વાઘાણી

Live TV

X
  • કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-24 અને માઉન્ટ કાર્મેલ ખાતે 'પ્રગતિનો પ્રવેશોત્સવ' યોજાયો હતો. આ અવસરે મંત્રીએ આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 તેમજ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

    રાજ્યભરની 38,000  થી વધુ શાળાઓમાં એક જ દિવસમાં 28 લાખથી વધુ બાળકોનું શિક્ષણમાં આગમન થયું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવને કારણે આજે સરકારી શાળાના વિદ્યાર્થીઓ IAS, IPS અને ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર પહોંચી રહ્યા છે.શિક્ષણની સાથે આરોગ્ય તપાસણી, પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને પર્યાવરણના જતનને જીવનમાં ઉતારવા મંત્રીએ બાળકોને આહવાન કર્યું હતું.ગાંધીનગરના 15,000 થી વધુ વિદ્યાર્થીઓને 'એક વૃક્ષ' વાવી તેના જતનનો સંકલ્પ લેવા અનુરોધ કરાયો હતો.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ, વિદ્યાર્થીઓની સુવિધા માટે નિઃશુલ્ક પરિવહન બસ સેવાનો પણ પ્રારંભ કરાયો હતો.આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply