Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાઈ, પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ રમત સંકુલ અને ગ્રંથાલયની મુલાકાત લીધી

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના પારસ્પરિક સહયોગથી સાકાર થયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોથી નાગરિકોને માહિતગાર કરવાના હેતુ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે તબક્કામાં ‘પ્રગતિ પથ યાત્રા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

    આ યાત્રા અંતર્ગત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ ખંભાળિયા ખાતે સ્થિત નવનિર્મિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ત્યાં ઉપલબ્ધ ઇન્ડોર રમતો જેવી કે, બાસ્કેટ બોલ કોર્ટ, બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ હોલ, જીમ તેમજ આઉટડોર રમતો માટે લોન ટેનિસ કોર્ટ, કબડ્ડી, ખો-ખો, વૉલીબૉલ અને 400 મીટર એથલેટિક ટ્રેક સહિતની સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.રમત સંકુલની મુલાકાત બાદ પ્રભારી મંત્રી અને અન્ય મહાનુભાવોએ જિલ્લાના અદ્યતન સરકારી જિલ્લા ગ્રંથાલયની મુલાકાત લીધી હતી.

    અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ સાથે મંત્રીએ સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રંથાલયની પાયાની સુવિધાઓ અને વિદ્યાર્થીઓના અનુભવો વિશે માહિતી મેળવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના લોકાભિમુખ સુશાસનના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ "પ્રગતિ પથ યાત્રા" જિલ્લાના વિકાસ કાર્યોને જન-જન સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ અવસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસરત છે. નવનિર્મિત રમત સંકુલ જિલ્લાના યુવા રમતવીરો માટે આશાનું નવું કિરણ બનશે.આ પ્રગતિ પથ યાત્રામાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ જેઠવા, ખંભાળિયા તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર એમ.વી. દેસાઈ તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply