દેવભૂમિ દ્વારકા : સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઈ
Live TV
-
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જે અન્વયે આજરોજ 4 મે,2024ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે મામલતદાર દ્વારકા સહિતની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશો પણ પાઠવ્યો હતો.
ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને 100% મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરવાના સંકલ્પ લીધા હતા.બાઈક રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, દ્વારકા મામલતદાર, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત બહોળી સંખ્યામાં શિક્ષકો, કર્મચારીઓ જોડાયા હતા.