Skip to main content
Settings Settings for Dark

રાજકોટ સંસદીય વિસ્તારમાં સામૂહિક રંગોળી દ્વારા મતદાર જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો

Live TV

X
  • લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોને જાગૃત કરવા અપીલ કરાઈ હતી.

    લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ સમૂહ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અન્વયે સમગ્ર સંસદીય વિસ્તારમાં સામૂહિક રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ‘વોટ ફોર બેટર ઈન્ડિયા ‘વોટ ફોર નેશન મારો મત મારૂ ભવિષ્ય જાગો મતદાર જાગો જેવા મતદાન જાગૃતિના વિવિધ સૂત્રોને તથા ઈવીએમ, ચૂંટણી પંચના લોગો વગેરે પ્રતિકોને રંગોળીમાં વણી લઈ અનોખી રીતે મતદાન જાગૃતિ કરવામાં આવી હતી.

    જિલ્લાનાં વધુ ને વધુ નાગરિકો મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવા શુભ હેતુસર આર.એલ.અમૃતિયા હાઇસ્કુલ ત્રાકુડા, ગોમટા, ડો.આર.ડી.ગાર્ડી હાઇસ્કુલ કમળાપુર, જીયાણા પ્રા.શાળા, બેડી પ્રા.શાળા, લોઠડા તા.શાળા, આર.એમ.સી ચાણક્ય લાઇબ્રેરી તથા બાબુભાઈ વિદ્યાલય લાઈબ્રેરી, આર.એમ.સી વેસ્ટ ઝોન ઓફિસ તેમજ ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલ મોવિયા સહિતના વિસ્તારમાં શાળા સહિત વિવિધ સંસ્થાઓ ખાતે મતદાર પ્રેરક સ્લોગન સાથે આકર્ષક રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કરવામાં આવી હતી.

    મોવીયા ખાતે મહિલાઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાન કરવાના શપથ પણ લીધાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply