દેવભૂમિ દ્વારકા:CM વિજય રૂપાણી દ્વારકાના પ્રવાસે જગતમંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કરશે
Live TV
-
મુખ્યમંત્રીએ દ્વારકાના શિવરાજપુર "Blue-Flag" બીચ તેમજ બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરી હતી
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારકાના પ્રવાસે છે.મુખ્યમંત્રી આજે દેવભૂમિ દ્વારકાના જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી નૂતન ધ્વજારોહણ કરશે.થોડા સમય પહેલા રાજ્યમાં ભારે વરસાદ થયો હતો અને વીજળી પાડવાના બનાવો પણ બન્યા હતા.તેવા સમયમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર આવેલ 52 ગજની જે ધજા મુકવામાં આવેલ છે તેને નુકસાન થયું હતું.મુખ્યમંત્રી આજે દેવભૂમિ દ્વારકાના જગતમંદિર ખાતે ભગવાન દેવભૂમિ દ્વારકાધીશના દર્શન કરી નૂતન ધ્વજારોહણ કરશે.રાજ્યના સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરશે.ગઈકાલે મુખ્યમંત્રીએ દેવભૂમિદ્વારકાના શિવરાજપુર "Blue-Flag" બીચ તેમજ બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી અને વિકાસ કાર્યોની માહિતી મેળવીને જરૂરી સૂચનો પણ કર્યા હતા.આ સમીક્ષા મુલાકાતમાં પ્રવાસનમંત્રી જવાહર ચાવડા, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિતના ભાજપ અગ્રણીઓ પણ જોડાયા હતા.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે શિવરાજપુરના બીચને વિકસાવવા રૂપિયા 20 કરોડના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે.બીચના વિકાસને કારણે સ્થાનિક લોકોને રોજગારી તેમજ અદ્યતન સુવિધાઓ પણ પ્રાપ્ત થશે.
