રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયો વરસાદ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
રાજયમાં છેલ્લા થોડા દિવસથી મેઘમહેર ફરીથી શરૂ થઈ છે.હવામાન વિભાગ દ્વારા 23 જૂલાઇથી સુરત, ડાંગ, નવસારી, અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં ગઈકાલે 111 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.જ્યારે ધરમુપરમાં 39 મિલીમીટર, ડાંગના સુબિરમાં 33, બાલાસિનોરમાં 20, નવસારીના ચીખલીમાં 9 મીલીમિટર વરસાદ નોંધાયો હતો.જ્યારે ભાવનગર, પોરબંદર, ગાંધીનગરમાં 1-1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો તો સુરતમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે કતાર ગામ અને રાંદેરને જોડતા Cause-Wayની સપાટીમાં વધારો થતા Cause-Way બંધ કરવામાં આવ્યો હતો તો કેન્દ્રશાસિત પ્રદેશ સિલવાસામાં મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 3 ઇંચ વરસાદ ખાબકતા મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. હાલ ડેમમાં 1 લાખ 37 હજાર 866 ક્યૂસેક પાણીની આવક થઈ છે.આથી મધુબન ડેમના 10 પૈકી 9 દરવાજા 4 મીટર સુધી ખોલી 1,38, 311 ક્યૂસેક પાણી દમણ-ગંગામાં ઠાલવતા, દમણ-ગંગાના કિનારાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
