સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં બે ખેડૂતો ગાય આધારિત ખેતીથી જમીનના રક્ષણ સાથે કરી રહ્યા છે લાખોની કમાણી
Live TV
-
ઓર્ગેનિક પદ્ધતિથી ઈઝરાયેલી ખારેકનું વાવેતર કર્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં બે ખેડૂતો ગાય આધારિત ખેતીથી જમીનના રક્ષણ સાથે કરી રહ્યા છે તેની સાથે લાખોની રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ઈઝરાયેલી ખારેકનું વાવેતર કરી છેલ્લા બે વર્ષથી બન્ને ખેડૂતો કમાઈ રહ્યા છે વર્ષે 50 લાખથી વધુની આવક.વાવણી માટે રોપામાં પણ સરકાર તરફથી મળતી સબસીડીથી ઘણો ફાયદો થઈ રહ્યો છે .ધ્રાંગધ્રાના આ બન્ને ખેડૂતો અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.
રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી અભિગમ અને ખેતીપાકોમાં અપાતી સહાયની મદદથી ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ અને બમણી કમાણી કરતો થયો છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મહેશભાઈ સોલંકી અને કોંઢ ગામના લક્ષ્મણભાઈએ ઓર્ગેનિક પદ્ધતિથી ઈઝરાયેલી ખારેકનું વાવેતર કર્યુ છે.લક્ષ્મણભાઈએ 50 વીઘા ખેતરમાં એક હજાર ખારેકના છોડનું વાવેતર કર્યુ છે.જેમાં એક છોડની કિંમત 2 હજાર 450 હતી.સરકાર દ્વારા છોડદીઠ 1200 રુપિયાની સબસીડી મળી હતી.ખારેકના એક વૃક્ષ પર ચાલીસ કિલો ઉત્પાદન આવે છે.ચાલુ વર્ષે લક્ષ્મણભાઈએ ખારેકના વેચાણ થકી 45 લાખ જેટલી આવક મેળવી છે તો ધ્રાંગ્રધાના ખેડૂત મહેશભાઈ સોલંકીએ પોતાના ફાર્મ હાઉસમાં વીસ વીઘા જમીનમાં ઈઝરાયેલી ખારેકના 400 રોપાનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે.ઓર્ગેનિક ખારેક ખદીદવા માટે વેપારીઓ તેમના ફાર્મહાઉસથી જ સીધી ખરીદી કરવા પહોંચે છે.
