Skip to main content
Settings Settings for Dark

દેશી રમતોને વિસરતી અટકાવવા નવસારીમાં કરવામાં આવી અનોખી પહેલ 

Live TV

X
  • મોબાઇલમાં ગેમ રમતા બાળકોને પરંપરાગત અને શારિરીક તેમજ બૌધ્ધિક ક્ષમતા વધારનારી દેશી રમતો રમતા પ્રેરવા નવી પહેલ.જામનગર અને નવસારીમાં યોજાઇ જૂની પુરાણી રમતોની હરિફાઇ, અનેક બાળકોએ લીધો ભાગ

    હાલના તબક્કામાં નાના બાળકો જૂની રમતો ભૂલીને માત્ર કમ્પ્યૂટર કે મોબાઈલ પાછળ ઘેલા થયા છે ત્યારે વર્ષો જૂની રમતો બાળકો સુધી પહોંચાડવા નવસારી રોટરી કલબ દ્વારા "સ્ટ્રીટ ફન"'નું આયોજન કરાયું હતું. શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં રોડ ઉપર જૂની રમતો રમાડવામાં આવી હતી. "સ્ટ્રીટ ફન"નાં નામે રમતગમત કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. પોળોમા રમાતી જુની રમતો જેવી કે લખોટી, ભમરડો, દોરડાકૂદ, રસ્સી ખેંચ, ટાયર ગેમ, હુલા હૂપ, લાઈવ ક્વીઝ, યોગા, લાફિંગ, ઝુમ્બા ડાન્સ જેવી ૧૬ જેટલી રમતોની યાદ તાજી કરવામાં આવી હતી. આ રમત ગમતમા શહેરના ૧૫૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જુની રમતો નાના બાળકોમા પ્રચલિત થાય એના માટે હાથ ધરવામા આવેલા પ્રયાસમાંલોકોએ ઊત્સાહભેર ભાગ લીધો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply