મોડાસામાં કોલેજીયન યુવતીના અપમૃત્યુના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ
Live TV
-
પોલીસે ગુનામાં વપરાયેલી કથિત કારને પણ કબજે કરી, એક ફરાર આરોપીને પકડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન
મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ મામલે પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે,, જ્યારે એક આરોપી હજુ નાસતો ફરે છે, તેને પકડવા માટે પોલિસે કવાયત તેજ કરી છે. આ સાથે જ ફરિયાદમાં ફરિયાદીએ જે કારનો ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, તે કાર પણ પોલિસે કબજે કરી છે, જિલ્લાની એલ.સી.બી અને એસજીઓ સહિતની ટીમને મોટી સફળતા મળી હતી. હવે આરોપીના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, મોડાસાના સાયરા ગામે શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને સમાજમાં રોષ જોવા મળ્યો હતો,,, સમગ્ર રાજ્ય સહિત દેશમાં આ ઘટનાના પડઘાં પડ્યા હતા. ગઇકાલે અમદાવાદના સાંસદ ડોક્ટર કિરિટ સોલંકીએ પણ પીડિત પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી
