Skip to main content
Settings Settings for Dark

દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતનાર સરિતા ગાયકવાડની "નાયબ પોલીસ અધિક્ષક" તરીકે નિમણુક કરવામાં આવી

Live TV

X
  • 18મી એશિયન ગેમ્સમાં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતનાર ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડની નવરાત્રીના દુર્ગાષ્ટમીના દિવસે ગુજરાત સરકાર દ્વારા 'નાયબ પોલીસ અધિક્ષક' તરીકે નિમણુક કરવામાં આવી. નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક થવા બદલ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા.

    એશિયન ગેમ્સ 2018માં મહિલાઓની 4 જેમ 400 મીટરની રિલે દોડમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતીને ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર સરિતા ગાયકવાડની, નવરાત્રીના દુર્ગાષ્ટમીના દિવસે ગુજરાત સરકાર દ્વારા 'નાયબ પોલીસ અધિક્ષક' તરીકે નિમણુક કરવામાં આવી છે. સરિતાબેન લક્ષ્મણભાઇ ગાયકવાડનો જન્મ ગુજરાતના ડાંગ જિલ્લાના ખરાડી અંબા ગામમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. દેશ માટે દોડ સ્પર્ધાઓમાં ભાગ લેવા પહેલા સરિતાએ 2010માં રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પહેલા પણ ગુજરાત સરકાર દ્વારા સરિતા ગાયકવાડની "ગુજરાત રાજ્ય પોષણ અભિયાન" ના બ્રાન્ડ એમ્બેસીડર તરીકે પસંદગી કરવામાં આવી હતી. 
    સરિતા ગાયકવાડની નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક થવા બદલ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply