Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: પોલીસે અત્યાર સુધીમાં માસ્ક વગર ફરતા 56,100 લોકોને દંડ ફટકાર્યો

Live TV

X
  • સરકાર દ્વારા જયારે માસ્ક પહેરવું ફરજીયાત કરવામ આવ્યું છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધી માસ્ક વગર જાહેરમાં ફરતા કુલ 56,100 લોકો પાસેથી આશરે 1 કરોડ 10 લાખથી વધારેનો જંગી દંડ વસુલવામાં આવ્યો છે.

    સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું ફરજીયાત કર્યુ છે અને જો કોઈ વ્યક્તિ જાહેર જગ્યાઓ પર માસ્ક પહેર્યા વિના બહાર નીકળે તો તેને દંડ કરવાની સત્તા સરકાર દ્વારા પોલીસને સોપવામા આવી છે. પરંતુ અમદાવાદીઓમાં માસ્કને લઈને ઉદાસીનતા જોવા મળી રહી છે, લોકો માસ્ક પહેર્યા વિના જ જાહેરમાં ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમા અત્યાર સુધી પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા 56,100 લોકોને દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ આશરે એક કરોડ અને ૧૦ લાખથી પણ વધુ છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ ટ્રાફિક ડીએસપી તેજસ પટેલે જણાવ્યું હતું કે માસ્ક પહેરવું એ દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે અને જો કોઈ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો પોલીસ તેની સામે કાર્યવાહી કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply