Skip to main content
Settings Settings for Dark

લીંબડી વિધાનસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભાને સંબોધન કર્યું

Live TV

X
  • ગુજરાત રાજ્યની આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે તમામ પક્ષો તેમના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે ત્યારે ગઈ સાંજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ લીંબડી વિધાનસભા બેઠક પર ચુડા ખાતે એક જાહેર સભાને સંબોધન કર્યું હતું.

    ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચુંટણીઓ માટેનો પ્રચાર પુરજોશમા ચાલી રહ્યો છે ત્યારે લીંબડી વિધાનસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગત મોડી સાંજે ચૂડા ખાતે એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા તથા તેમણે કહ્યુ હતુ કે કોરોનાના કપરા સમયે પણ સરકાર દ્વારા ખેડુતોને આવશ્યક મદદ મળી છે. જેમ કે નર્મદા કેનાલનું પાણી, ખેડૂતોના પાકની ટેકાના ભાવથી સરકાર દ્વારા ખરીદી તથા ગઈકાલે પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતને મળેલી વિવિધ યોજનાઓ જેવી કે ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના,ગિરનાર રોપ વે યોજના વગેરે પ્રવચનમાં સવિસ્તાર ઉલ્લેખ કરી લોકોને માહિતગાર કર્યા હતા. આ સાથે તેમણે લોકોને વધુમાં વધુ મતદાન થાય તેવુ આહવાન કર્યુ હતુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply