દોડશે ભરૂચ: 'માય લિવેબલ ભરૂચ' અભિયાન અંર્તગત આજે મેરેથોનનું આયોજન કરાયું
Live TV
-
આજે 'માય લિવેબલ ભરૂચ' અભિયાન અંર્તગત મેરેથોનનું આયોજન કરવામા આવ્યું હતું. મેરેથોન સવારે એમ. કે. કોમર્સ કોલેજથી શરૂ કરવામાં આવી હતી. આ મેરેથોન હાજર રહેલા ખાસ મહેમાનોએ 'My livebal Bharuch' નો ફ્લેગ બતાવી ખુલ્લી મૂકી હતી.
ઓફિશિયલ મેરેથોનમાં ટાઈમિંગ કેટેગરી અને ફન કેટેગરી એમ 2 કેટેગરીમાં મેરેથોનનું આયોજન થયું હતું. દોડશે ભરૂચની હાફ મેરેથોન રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ મેરેથોન માટે કવોલિફાયર મેરેથોન રહી છે, જેમાં કેટેગરી વાઈઝ 3, 5, 10 અને 21 કીલોમીટરની શ્રેણીમાં મેરેથોન યોજાઈ હતી.
સમય અવધિ અનુસાર મેરેથોન પૂરી કરનારને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને દુષ્યંત પટેલના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દીને માય લિવેબલ ભરૂચની આગવી ઓળખ સમગ્ર ભારત દેશમાં પહોચે તે માટે રોક વુલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન માટે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી હાફ મેરેથોન માટે દોડવીરો આવ્યાં હતાં.
21 કિમી મેરેથોન દોડના વિજેતા મૂળ સુરતના વતની દિવ્યેશ રાણાએ જણાવ્યું હતું કે, તે કેન્યા હતા ત્યાં દુનિયાના અગ્રીમ રનરો સાથે ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં તેમજ એક મહિના બાદ ઇન્ડિયા પરત ફરવાના હતા પરંતુ ભરૂચ મેરેથોન દોડ અંગેની જાણ થતાં કેન્યાથી એન્ટ્રી નોધાવી હતી. આ ભરૂચ મેરેથોન જીવનમાં યાદગાર બની જશે એમ પણ મેરેથોન વિજેતા દિવ્યેશ રાણાએ જણાવ્યું હતું.
