Skip to main content
Settings Settings for Dark

“વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કેશક્રેડિટ લોનનું વિતરણ

Live TV

X
  • “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત ગઇકાલે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના વણઝારીયા ગામના મેધા સખીમંડળને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ૪ લાખ રૂપિયાની કેશક્રેડિટ લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સખી મંડળના શ્રીમતી લતાબેન ચૌહાણ પ્રાકૃતિક ખેતી, શાકભાજી, વર્મિકપોસ્ટ, જીવામૃતથી ખેતી કરે છે.                        
     
    તો ખેડા જિલ્લામાં સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.. વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈના અધ્યક્ષસ્થાને નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે આ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. શ્રી દેસાઈએ સ્વસહાય જૂથોની કામગીરી બિરદાવી. 

    સરકારની વિવિધ લોક કલ્યાણ યોજનાઓની વિગતો આપી તેમણે જણાવ્યું કે, ૨૫ લાખ સખી મંડળોની ૨૬ લાખ બહેનોનાં હાથમાં ૧૬૦૦ કરોડ રૂપિયાના કારોબારની નોંધણી કરવામાં આવી છે. ૧૧ લાખથી વધુ ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના હેઠળ ૧૨૫૦ની આર્થિક સહાય આપવામા આવે છે. ૫૪ લાખ ૫૦ હજાર મહિલાઓએ જરૂરીયાતના સમયે ગુજરાતની અભયમ હેલ્પલાઇનનો લાભ લીધો છે. 
            
    આ કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની બહેનો માટે ફ્રી મેડીકલ ચેકઅપનું આયોજન હાથ ધરવામાં આવેલ જેમાં ૧૨૪૫ બહેનોનું ફ્રી મેડીકલ ચેકઅપ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૬ સખી મંડળને ૨૪ લાખ રૂપિયાનું CIF, તથા કુલ ૧૨ સખી મંડળને સાડા અઢાર લાખ રૂપિયાનું કેશ ક્રેડીટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું. શહેરી વિસ્તારના કુલ ૨ સખી મંડળને રકમ ૫ લાખ ૬૯ હજાર કેશ ક્રેડીટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું.
            
    આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયાતના પ્રમુખશ્રી નયના પટેલ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજ્ન્સીના નિયામક સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સખીમંડળની બહેનો હાજર રહ્યા હતા.
            
    રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવાની અધ્યક્ષતામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૬૧૭ જેટલાં સ્વ-સહાય જૂથોને ૬૩૨.૬૪ લાખ રૂપિયાની કેશ ક્રેડિટ, રિવોલ્વીંગ ફંડ અને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકનું ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સ્વ-સહાય જૂથના બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply