દ્નારકામાંથી 945 પેટી દારૂ સાથે બુટલેગરો ઝડપાયા
Live TV
-
બુટલેગરો પાસેથી ત્રણ મોબાઇલ તેમજ કન્ટેનર કિંમત રૂ.20.02 લાખ સહિત કુલ રૂ. 77.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો.
ગુજરાત સરકારના દારૂ બંધી કાયદાના કડક અમલ માટે સમગ્ર જિલ્લામાં વૉચ ગોઠવી દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે જેના ભાગ રૂપે જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ દરમ્યાન ભાણવડ નજીક કપુરડી પાટિયા પાસે કન્ટેનરને અટકાવી જડતી કરતાં તેમાંથી 945 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેની કિંમત અંદાજે રૂપિયા 56,70,000 છે. પકડાયેલા ડ્રાઈવર પાસેથી સાથે 81700ની રોકડ સહિત ત્રણ મોબાઇલ તેમજ કન્ટેનર કિંમત 20,02,000 સહિત કુલ 77,53,700 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો તો સાથે રહેલ અન્ય એક ઈસમ ભાગી ગયો હતો. તો જિલ્લાના બુટલેગર ભુગર્ભમાં ઉતરી ગયા હતા.
