દ્વારકામાં ત્રિદિવસીય તીર્થધામોના પંડિતોનું મહાસંમેલન, સમસ્યાઓ અંગે કરશે ચર્ચા
Live TV
-
યાત્રાધામ દ્વારકામાં દેશભરના 90 જેટલા તીર્થોના પંડિત-પુરોહિતોના પ્રતિનિધિઓનું ત્રિદિવસીય સંમેલન યોજાવા જઈ રહ્યું છે
યાત્રાધામ દ્વારકામાં દેશભરના 90 જેટલા તીર્થોના પંડિત-પુરોહિતોના પ્રતિનિધિઓનું ત્રિદિવસીય સંમેલન યોજાવા જઈ રહ્યું છે. દેશભરમાંથી આવેલા જ્ઞાની પંડિત-પુરોહિતો તીર્થસ્થાનોના લાભો અને તેની સમસ્યા વિશેના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે.
યાત્રાધામ દ્વારકાના આંગણે હીર સમાજ ખાતે સતત ત્રણ દિવસ માટે દેશભરના તીર્થ સ્થાનોના પંડિતોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ વિવિધ મુદ્દાસભર ચર્ચાઓ કરશે જેમાં પ્રથમ દ્વારકાના સ્થાનિક મુદ્દાઓ અને તીર્થધામના મંદિર બોર્ડ અને ટ્રસ્ટ પર પૂરતું પ્રતિનિધિત્વ અંગે ચર્ચા કરાશે.
ઉપરાંત તીર્થસ્થાનોને એકબીજા સાથે જોડવા રેલમાર્ગની આવશ્યકતાઓ અને તીર્થ પુરોહિતોના લાભ લાભની ચર્ચાઓ કરી અધિવેશનમાં ઠરાવો પાસ કરી કાર્યવાહી કરાશે. દ્વારકામાં 22 વર્ષ બાદ આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે.
