Skip to main content
Settings Settings for Dark

સતત રક્તદાન કરતા નાગરિકોનું ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયું સન્માન

Live TV

X
  • શહેરમાં અલગ અલગ જગ્યાએ કરાયેલા 1400 રકતદાન કેમ્પ થકી આ યુનિટ બ્લડ ભેગા કરાયા હતા.

    આજે અમદાવાદના જેડી ઑડિટોરિયમ ખાતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા એવા અમદાવાદીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ સતત રક્તદાન કરી લોકોનો જીવ બચાવવામાં અગ્રેસર રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ બ્રાન્ચ દ્વારા માત્ર 2017ના જ વર્ષમાં વિક્રમ જનક 53,000 યુનિટ બ્લડ ભેગા કરવામાં આવ્યા હતા. શહેરમાં અલગ અલગ જગ્યાએ કરાયેલા 1400 રકતદાન કેમ્પ થકી આ યુનિટ બ્લડ ભેગા કરાયા હતા.

    આજે રેડક્રોસ સોસાયટી દ્વારા ગોઠવવામાં આવેલા કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ ગોઠવતી સંસ્થાઓ તેમજ 100થી પણ વધુ વખત રક્તદાન કરી ચૂકેલા નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગર્વનર ઓપી કોહલીએ હાજરી આપી હતી અને તેમણે પણ રક્તદાન કરતા લોકોને બિરદાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply