Skip to main content
Settings Settings for Dark

દ્વારકામાં પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ

Live TV

X
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક દ્વારકા ખાતે પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રભાવશાળી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ નવી દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. કાર્યક્રમના પૂર્ણાહુતિ અવસરે મહાનુભાવોના હસ્તે મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી, જેની સાથે જ હાથી ગેટથી પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર સુધી ભવ્ય ‘સેવા જ્યોત યાત્રા’ યોજાઈ હતી.

    હાથી ગેટ ખાતે યોજાયેલા આ સભા કાર્યક્રમની શરૂઆત કલાકાર ભાવેશ આહિર અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા આધ્યાત્મિક અને દેશભક્તિના પ્રેરણાદાયી ગીતોથી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને પ્રભારી મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ ભેટ સ્વરૂપે ઘડિયાળ વિતરિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણજારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરી હાથિયા, ધારાસભ્ય મુળુ બેરા, અગ્રણીઓ મયુર ગઢવી, અનિરુદ્ધ દવે, પુનીત શર્મા, જે.કે. હાથિયા, કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન પી. જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર એમ.વી. દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.પી. જોશી, પ્રાંત અધિકારી વાય.પી. ગઢવી તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
apply