દ્વારકા - ઈન્ડિયન કીડની ડાયાલિસીસ રીસર્ચ સેન્ટરનું લોકાર્પણ
Live TV
-
70થી 75 લાખના ખર્ચે પાંચ બેડનું યુનિટ શરૂ કરાયુ
દ્વારકાની સિવીલ હોસ્પિટલમાં ઈન્ડિયન કીડની ડાયાલિસીસ રીસર્ચ સેન્ટરનું લોકાર્પણ થતાં , કિડનીના દર્દીઓ રાહતની લાગણી અનુભવી રહ્યા છે. નર્સિંગ સ્ટાફે તેનું લોકાર્પણ કર્યું હતું. 70થી 75 લાખના ખર્ચે, પાંચ બેડનું યુનિટ શરૂ થયું છે. ગુજરાત ડાયલિસીસ સેન્ટર દ્વારા આ એકાવનમા સેન્ટરની ફાળવણી ,, દ્વારકાને થઈ છે. કિડનીના દર્દીઓને , અહીં વિનામૂલ્યે ડાયાલિસીસની સુરક્ષા મળે છે. ડાયલિસીસ માટે દર્દીઓને , પહેલાં ખંભાળિયા કે જામનગર સુધી લાંબા થવું પડતું હતું. દ્વારકા ખાતે જ ડાયાલિસીસ સેન્ટર શરૂ થતાં , પંથકના કિડનીના દર્દીઓએ , રાહતની લાગણી અનુભવી છે. કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે સારવાર ઉપરાંત , દર્દીને આવવા જવાનું ભાડુ પણ આપવામાં આવે છે
