સમાજના છેવાડાના માનવીના વિકાસ માટે સંકલ્પબદ્ધ છે રાજ્ય સરકાર
Live TV
-
રાજ્ય સરકારે લીધા અનેકવિધ લોકકલ્યાણકારી નિર્ણયો
સમાજના છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આ માટે સરકારે અનેકવિધ લોકકલ્યાણકારી નિર્ણયો લીધા છે. તેમ ગોંડલ ખાતે શ્રી માંધાતા પ્રાગટ્ય ઉત્સવ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગરીબ પરિવારને લગ્ન સમારોહ વખતે રાહતદરે એસ.ટી. બસ ફાળવવામાં આવે છે.અકસ્માતનો ભોગ બનનાર ગુજરાતના નાગરિકને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવે છે. લોકોના આરોગ્ય અને તબીબી સહાય માટે રાજ્ય સરકારે રૂપિયા 1 હજાર-કરોડની ફાળવણી કરી છે. વળી દેશના તમામ લોકોને ઘરનું ઘર આપવા વિવિધ આવાસ યોજના અમલમાં મૂકી છે. રાજ્યમાં 400 થી વધારે કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. ગોંડલના રાજમાર્ગો ઉપર કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય ઉત્સવ અન્વયે વિશાળ રેલી ગામમાં ફરી હતી. આ રેલીમાં સંતો, મહંતો, સમાજના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.
