Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ મહોત્સવનુ આયોજન કરાયું

Live TV

X
  • દેશ વિદેશના મહાનુભાવો તેમજ જુદાજુદા દેશના વ્યાપાર વાણિજ્ય સાથે સંલગ્ન લોકો જોડાશે ત્યારે રાજય સરકાર દ્વારા ઘરદીવડાઓ સમાન વિશિષ્ટ પ્રતિભા ધરાવતા કલાકારોને પણ આમંત્રણ અપાયુ છે

    ગુજરાત સરકાર દ્વારા આગામી તારીખ ૧૮ થી ૨૨ ના રોજ ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ મહોત્સવનુ આયોજન કરવામા આવેલ છે. જેમાં દેશ વિદેશના મહાનુભાવો તેમજ જુદાજુદા દેશના વ્યાપાર વાણિજ્ય સાથે સંલગ્ન લોકો જોડાશે ત્યારે રાજય સરકાર દ્વારા ઘરદીવડાઓ સમાન વિશિષ્ટ પ્રતિભા ધરાવતા કલાકારોને પણ આમંત્રણ અપાયુ છે જે આ પ્રસંગે પોતાની કલાનું જીવંત નિદર્શન કરી વૈશ્વિક કક્ષાએ પોતાની કલાનું માર્કેટિંગ કરશે.જેમાં મોરબીના બે યુવા કલાકારોની પણ પસંદગી કરવામાં આવી છે. જેમાંના એક કમલેશ પ્રજાપતિ કે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહુબ નાની પ્રતિક્રૃતિ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ની બારીક કોતરણી કરી પોતાની કલાનું પ્રદર્શન કરશે. જ્યારે આવા જ બીજા કલાકાર નીતિન જોગીદાસ કે જેઓ મોરબીના નહેરુગેઈટ, ટાવરકલોક સહીત એફીલ ટાવર, લંડનનાં બીગબેંગ ટાવર, ઈટાલી અને ફ્રાન્સના સુવિખ્યાત ટાવરકલોક તેમજ ગલ્ફના બુર્જ ખલીફા ટાવર સહીત દેશ વિદેશની બેનમુન એન્ટીક કાર કલેકશન સહીતનુ લાઈવ ડેમોન્ટ્રેશન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply