વાયબ્રન્ટ સમીટ ઉત્સવની પૂર્વતૈયારીના ભાગરૂપે પોલીસતંત્ર દ્વારા સમીક્ષા કરાઈ
Live TV
-
વાયબ્રન્ટ સમીટમાં કાયદો અને વ્યવસ્થાના નિયમોનું પાલન થાય તે દ્રષ્ટિએ પોલીસતંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી
2019ની જાન્યુઆરીની18 થી 20 તારીખ દરમ્યાન યોજાનાર વાયબ્રન્ટ સમીટ ઉત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. આ વાયબ્રન્ટ સમીટમાં કાયદો અને વ્યવસ્થાના નિયમોનું પાલન થાય તે દ્રષ્ટિએ પોલીસતંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ, પોલીસકર્મીઓ અને પેરા પોલીસ ફોર્સને આઇ-કાર્ડ આપવામાં આવ્યા હતા. પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, તેમ જણાવતા રેન્જ આઇ.જી. મયંક ચાવડાએ કહ્યું હતું કે આ બંદોબસ્તમાં પાંચ આઇ.જી. કક્ષાના એક એ.ડી.જી. અધિકારી, 25 એસ.પી. કક્ષાના અધિકારીઓ તેમજ પાંચ હજાર પોલીસ કર્મચારીઓ વાયબ્રન્ટ સમીટ દરમ્યાન ફરજ બજાવશે. બહારથી આવનાર દેશ-વિદેશના મહાનુભાવો, વીવીઆઇપી તથા વીઆઇપીઓ સરળતાથી સમીટના સ્થળે પહોંચી શકે તે માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.
