દ્વારકા: બાળકોનું વેકેશન, એકાદશી અને ભવિકોનો ભાવ
Live TV
-
યાત્રાધામ દ્વારકામાં આજે બાળકોનું વેકેશન એન્ડ તરફ જતું હોય બહોળી સંખ્યામા ભાવિકો, પ્રવાસીઓ દર્શન અર્થે ઉમટી પડ્યા.
યાત્રાધામ અને બાળકોના વેકેશનનો ગાઢ સંબંધ છે. હાલ બાળકોનું વેકેશન પૂર્ણ થતું હોય ત્યારે શનિ-રવીનાં કારણે વહેલી સવારથી જ દ્વારકા આવતા તમામ માર્ગો હાઉસ ફૂલ જોવા મળ્યા હતા. ભારતીય કેલેન્ડર પ્રમાણે એકાદશીનો યોગ હોવાથી ભાવિકોનો પ્રવાહ વધ્યો હતો. દ્વારકા જગત મંદિરમા દર્શન સાથે પવિત્ર ગોમતી નદીમા સ્નાન કરી ભાવિકોએ પુણ્ય પ્રાપ્ત કર્યું હતું.
મે-જૂનના હીટ વેવ વચ્ચે પણ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી વેકેશનનાં કારણે પ્રવાસીઓનો ધસારો અવિરત વધ્યા કરે છે.
