અમદાવાદઃ શાહપુર શિક્ષણ વિસ્તાર મંડળ દ્વારા ધો. 1 થી 12ના વિદ્યાર્થીઓને ચોપડાનું કરાયું વિતરણ
Live TV
-
અમદાવાદમાં શાહપુર શિક્ષણ વિસ્તાર મંડળ દ્વારા શાહપુરના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદમાં શાહપુર શિક્ષણ વિસ્તાર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 ના શાહપુરની પોળ વિસ્તારમાં વસતા પરિવારોના સંતાનોને શિક્ષણમાં સહાયરૂપ થવા માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું . આ જ્ઞાન પોથીમાં ભગવાન જગન્નાથની તસવીર મુખ્ય પેજ માં મુકવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી શાહપુર શિક્ષણ વિસ્તાર મંડળ દ્વારા 1000 થી વધુ બાળકોને આ ફૂલ સ્કેપ ચોપડા અને નોટો આપવામાં આવે છે.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શાહપુર વિસ્તારમાં શિક્ષણનો હકારાત્મક સંદેશ ફેલાવવા શુભચિંતકોના સહકારથી જ્ઞાન પ્રસાદની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સૌ ભણે અને સૌ આગળવધે તેવા ઉમદા હેતુ સાથે કોટ વિસ્તારનું ગૌરવ વિદ્યાર્થીઓ ઊભું કરે તેવી ભાવના આ અભિયાન સાથે જોડાયેલી છે .
