ડાંગઃ ખેડૂતો લસણ અને ડુંગળીની ખેતી કરીને મેળવી રહ્યા છે સારી આવક
Live TV
-
ડાંગઃ ખેડૂતો લસણ અને ડુંગળીની ખેતી કરીને મેળવી રહ્યા છે સારી આવક
ગુજરાત ના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ખેડૂતો કઠોળ પાકની સાથે સાથે લસણ અને ડુંગળીની ખેતી કરીને તેના વેચાણ દ્વારા સારી આવક મેળવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં ગાય આધારિત ખેતી નો વિકાસ ધીરે ધીરે વધી રહ્યો છે. ઉનાળાની સિઝનમાં ડુંગળીનો પાક ઉતર્યા બાદ હવે ઘર બેઠા ખેડૂતો ડુંગળી વેચાણ કરી રહ્યા છે. ડાંગના સુબીર, વઘઈ અને કાલીબેલ ગામમાં મોટા પ્રમાણમાં ડુંગળીની ખેતી થાય છે અને હાલમાં ખેડૂતો ઘેર બેઠા જ ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે. જેનાથી હાલની સિઝનમાં પણ સારી આવક થઈ રહી છે.
