ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી ગાંધીનગર ખાતે સેકટર- 15 કોર્મસ એન્ડ આર્ટસ કોલેજમાં યોજાશે
Live TV
-
ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી ગાંધીનગર ખાતે સેકટર- 15 કોર્મસ એન્ડ આર્ટસ કોલેજમાં યોજાશે
લોકસભા ચૂંટણીની મત ગણતરી આગામી ચોથી જૂને યોજાનાર છે. ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી સરકારી કોર્મસ અને આર્ટસ કોલેજ, સેકટર-15 ખાતે યોજાનાર છે. જેને લઇને મત ગણતરીના સુચારું આયોજનની બારીકાઇથી નિરીક્ષણ જનરલ ઓર્બ્ઝવર વિનયકુમાર, જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે અને જિલ્લા પોલીસ વડા વાસમ શેટ્ટી રવિ તેજાએ લીધી હતી. મુલાકાત દરમ્યાન જનરલ ઓર્બ્ઝવર વિનય કુમારના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગના એ.આર.ઓ. અને વિવિધ ટીમના નોડલ અધિકારીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મેહુલ દવેએ સમગ્ર મત ગણતરી સેન્ટર ખાતે કરવામાં આવેલી તમામ તૈયારીઓની ટુંકી રૂપરેખા રજૂ કરીને સમગ્ર તૈયારીથી વાકેફ કર્યા હતા. બેઠકમાં તમામ વિધાનસભા મતદાર વિભાગના એ.આર.ઓ, વિવિધ ટીમના નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
