Skip to main content
Settings Settings for Dark

મહેસાણાઃ ભારે ગરમી વચ્ચે વિસનગરના વાતાવરણમાં આવ્યો પલટો

Live TV

X
  • મહેસાણાઃ ભારે ગરમી વચ્ચે વિસનગરના વાતાવરણમાં આવ્યો પલટો

    જળ વાયુ પરિવર્તનના કારણે વાતાવરણમાં આવેલ પલટાના લીધે વિસનગરમાં ગઈ કાલે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. દિવસભરના અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પડેલ અમી છાંટણાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેનાથી લોકોને થોડા સમય માટે ગરમીમાંથી રાહત મળી હતી. જોકે અચાનક પડેલા વરસાદના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલી પડી હતી. ખાસ દૂરદર્શન દ્વારા લોકોને જળ વાયુ પરિવર્તનની અસરથી બચવા માટે વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. અરેબિયન સમુદ્ર પરથી ભેજ આવતા વાતાવરણમાં બફારો રહશે. રાજ્યમાં 25 થી 30 કિલો મીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply