Skip to main content
Settings Settings for Dark

ધરોઈ ડેમમાં પાણીની સપાટી ૫૯૫.૫૬ ફૂટ જેટલી નીચે આવી

Live TV

X
  • ધરોઈ ડેમ નું પાણી સિંચાઈ માટે બંધ જીવંત જથ્થો ૫૩૫૧ mcft બચ્યો

    ઉત્તર ગુજરાત ની જીવા દોરી સમાન ધરોઈ જળાશયમાં ૬૨૨ ફૂટની મહતમ સપાટી સા,મેં વર્તમાન ૫૯૫.૫૬ ફૂટ જેટલી નીચે આવતા ધરોઈ ડેમના વહીવટી તંત્ર એ સિંચાઈ માટે પાણી છોડવાનું બંધ કરી દીધું છે વર્તમાન સમયે ધરોઈ જળાશય માં પાણી નો જીવંત જથ્થો ૫૩૧૧ મિલિયન ઘન ફૂટ બચ્યો છે. ઉનાળા માં પીવાના પાણી નો ખેચ ણ પડે તે માટે આ નિર્યણ લેવામાં આવ્યો છે. જો કે શિયાળુ વાવેતર પૂર્ણ થતા આ વિસ્તાર નાં ખેડૂતોના પાક તૈયાર થઇ ગયા હોવાથી સરદાર સરોવર ડેમમાં નર્મદાના પાણી આધારિત સિંચાઈ કરનાર ખેડૂતોની જેમ ધરોઈ આધારિત ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો નહિ આવે મહેસાણા જીલ્લા ઉપરાંત અન્ય જીલ્લાના ખેડૂતોને ધરોઈ સિંચાઈ યોજનાનો લાભ મળતો રહ્યો છે. ધરોઈ ડેમમાં વર્તમાન સપાટી ૧૮૧.૫૩૦ મીટર અને ૫૯૫.૫૬ ફૂટ જેટલી છે. ઉલ્લેખ પાત્ર છે કે સરકારના આયોજનના ભાગ રૂપે ધરોઈ ડેમનું પાણી વાસણા બેરેજમાં છોડવામાં આવ્યું હતું. પરંતુ ધરોઈ જળાશયનાં કમાંડ એરિયાના ખેડૂતો શિયાળુ પાક માટે સિંચાઈ માટે ઘટ ન પડે તે માટે પાછળથી વાસણા રેજમાં પાણી છોડવાનું બંધ કરાયું હતું.

    આ ઉપરાંત મહેસાણા નગરના નગર જનોને નર્મદા નું પાણી કરકસર પૂર્વક વાપરવા માટે સલાહ આપવામાં આવી છે નર્મદા નાં પાણી નો બગાડ ના થાય તે માટે જળ એ જ જીવન સૂત્ર ને સાર્થક કરવા પાણી નો કરકસર યુક્ત ઉપયોગ કરવા પાલિકાએ સલાહ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply