કચ્છમાં ટપ્પર ડેમને જોડતી નર્મદા સબ કેનાલના ફોલરીંગનું ધોવાણ થતા હજારો લીટર પાણી વેડફાયું
Live TV
-
તાત્કાલિક તંત્રે સમારકામ હાથ ધર્યું હતું. ગાંધીનગરથી સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કચ્છ આવી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
કચ્છમાં ટપ્પર ડેમને જોડતી નર્મદા સબ કેનાલના ફોલરીંગનું ધોવાણ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું. જોકે તાત્કાલિક તંત્રે સમારકામ હાથ ધર્યું હતું. ગાંધીનગરથી સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કચ્છ આવી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ઉનાળામાં કચ્છમાં જળ સંકટ ન સર્જાય એ માટે રાજ્ય સરકારે નર્મદા કેનાલ મારફતે ટપ્પર ડેમને ભરવા માટે પાણી પોહચાડ્યું. જોકે કેનાલનું ફલોરિંગ તૂટી જતા હજારો લીટર નર્મદાનું પાણી વેડફાયું. કચ્છના અંજાર નજીકના ટપ્પર ડેમ આવતી સબકેનાલમાં ગાબળુ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. જો કે ધટનાની ગંભીરતા સમજી સ્થાનીક સહિત ગાંધીનગરથી સિંચાઇ વિભાગના અધિકારીઓ ટપ્પર ડેમ દોડી આવ્યા હતા. જો કે કલાકોમાં પેટા કેનાલમા સર્જાયેલા ભંગાણને દુર કરાયુ હતુ. અને ફરી નર્મદા ડેમના પાણી વડે ટપ્પર ડેમ ભરવાનુ કાર્ય શરૂ કરાયુ હતુ આજથી એક સપ્તાહ પહેલા સરકારે જાહેરાત કર્યા બાદ કચ્છના પાણીની જરૂરીયાત સમજીને ટપ્પર ડેમ ભરવાના નિર્ણય કર્યા બાદ તેનુ કાર્ય શરૂ કર્યુ હતુ. પરંતુ આજે તેમાં ખામી સર્જાઇ હતી. અને ડેમ સુધી જતી સબ કેનાલમાં ભંગાણ સર્જાયુ હતુ જેને લઇને ક્યાકને ક્યાક નબળી ગુણવત્તાના કામો થયા હોવાનુ ચિત્ર પણ સામે આવ્યુ હતુ. જો કે અધિકારીઓએ દાવો કર્યો છે. કે પાણીનો બગાળ થયો નથી અને બધુ પાણી ડેમ સુધી પહોચ્યુ છે. અને કેનાલના તળીયામાં નુકશાન નહી પરંતુ તેની આડે બાંધેલ પથ્થરો પડી જવાથી આ સમસ્યા સર્જાઇ હતી. જે સામાન્ય બાબત છે. અને કાર્યવાહી બાદ ડેમ ભરવાનુ કાર્ય ચાલુ કરાયુ છે. અને એક નિષ્ણાંતોની ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે. જેથી આગામી દિવસોમાં કોઇ સમસ્યા સર્જાય નહી.