ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું
Live TV
-
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા.
નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન-જુલાઇ મહિનામાં યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે, તો તમામ વિષયોની અથવા વિદ્યાર્થી ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે તે ગ્રાહ્ય રાખવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10માં અનુર્તીણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયના બદલે હવે ત્રણ વિષયોની પુરક પરીક્ષા આપી શકશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અનુર્તીણ થયેલા વિદ્યાર્થીઓ એક વિષયના બદલે હવેથી બે વિષયની પુરક પરીક્ષા આપી શકશે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકાથી વધારી 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાના બદલે 70 ટકા કરવામાં આવશે. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે.
