બનાસકાંઠા: પશુ ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ, સહાય ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
Live TV
-
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અઁતર્ગત સહાય મેળવવા માટે અરજી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાંથી 199 સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અઁતર્ગત સહાય મેળવવા માટે અરજી કરવામાં આવી છે. એપ્રિલ 2023થી જૂન 2023 સુધીનાં સમયમાં ગાય,ભેંસ જેવા પશુધનનો નિભાવ કરનાર ગૌ શાળા અને પાંજરાપોળના સંચાલકો પાસેથી સરકારે અરજીઓ મંગાવી છે. મળેલ અરજીના આધારે તંત્રના અધિકારીઓ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઇ સહાય અંગેનો નિર્ણય કરશે. નોંધનીય છે કે, યોજના હેઠળ દર ત્રણ મહિને ગાય, ભેંસ જેવા પશુઓની માવજત કરનાર ગૌશાળા અને પાંજરાપોળનાં સંચાલકોને પ્રતિ પશુએ રાજ્યસરકાર દ્વારા 30 રૂપિયા સહાય ચુકવવામાં આવે છે...
નાયબ પશુપાલન અધિકારી જે. પી. મજેઠીયાએ જણાવ્યું છે કે, અરજીઓ મોકલનાર તમામ સંસ્થાઓની રૂબરૂ મુલાકાત કરી પશુ ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 5 દિવસોમાં આ સમગ્ર ગણતરી પૂર્ણ કર્યા પછી પહેલા તાલુકા કક્ષાએ, પછી જિલ્લા અને છેલ્લે રાજ્ય કક્ષાએ મીટિંગ કરી ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
