ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો ક્યાં કેટલું આવ્યું પરિણામ
Live TV
-
ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર.. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ... વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો અગ્રેસર.. તો વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 59.15 ટકા પરિણામ.
ધોરણ 12 અને ગુજકેટનું આજે સોમવારે પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી, તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.
કેવી રીતે પરિણામ જાણી શકાય ?
વ્હોટ્સએપ નં. 6357300971 પર સીટ નંબર મોકલતા પરિણામ જાણી શકાશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પરિણામ મેળવી શકાશે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું સૌથી વધુ પરિણામ: 97.20 ટકા
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં 52.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 97.20 ટકા છે. સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં 87.77 ટકા છે.
સાયન્સમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ: 96.60 ટકા
ધોરણ 12 સાયન્સમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ 96.60 ટકા રહ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દાહોદ 54.48 ટકા રહ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી 92.91 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 59.15 ટકા છે.
