Skip to main content
Settings Settings for Dark

ધોરણ-12 સાયન્સનું ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમનું ઊંચુ પરિણામ

Live TV

X
  • ગુરૂવારે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેર કર્યું હતું. સેમેસ્ટર પ્રથા રદ્દ કર્યા બાદનું પહેલું પરિણામ આજે જાહેર થયું તેમાં 98067 વિદ્યાર્થી પાસ થયાં છે.

    આજે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેર કર્યું હતું. સેમેસ્ટર પ્રથા રદ્દ કર્યા બાદનું પહેલું પરિણામ આજે જાહેર થયું તેમાં 98067 વિદ્યાર્થી પાસ થયાં છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે.

    અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા આવ્યું છે જ્યારે તેની સામે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.45 ટકા આવ્યું છે. ધોરણ 12 સાયન્સના પરિણામમાં ગુજરાતીનું પરિણામ અંગ્રેજી માધ્યમ કરતાં 3.13 ઓછું છે. રાજ્યમાં ગત વર્ષે 12 સાયન્સનું પરિણામ 81.89 ટકા જેટલું ઊંચુ હતું. જે આ વર્ષ ઘટીને 72.99 જેટલું રહ્યું છે. પરંતુ સુરતમાં આ વર્ષે પણ ઊંચુ પરિણામ આવ્યું છે.

    જેમાં સુરતનું પરિણામ 78.77 ટકા છે. રાજ્યમાં કુલ 136 સ્ટુડન્ટને A-1 ગ્રેડ મળ્યાં છે. જેમાંથી સૌથી વધુ 63 સુરતી સ્ટુડન્ટને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જ્યારે રાજ્યમાં 719 સ્ટુડન્ટને A-2 ગ્રેડ મળ્યાં છે.

    જિલ્લાવાર પરિણામ

    અમદાવાદ સિટીનું પરિણામ 7524
    અમદાવાદ જિલ્લાનું 82.17
    અમરેલી 76.44
    કચ્છ 76.15
    ખેડા 63.54
    જામનગર 80.35
    જૂનાગઢ 76.39
    ડાંગ 77.01
    પંચમહાલ 50.93
    બનાસકાંઠા 73.42
    ભરૂચ 66.13
    ભાવનગર 77.29
    મહેસાણા 81.25
    રાજકોટ 85.03
    વડોદરા 75.16
    વલસાડ 59.38
    સાબરકાંઠા 65.40
    સુરત 78.77
    સુરેન્દ્રનગર 81.28
    સેન્ટ્રલ ADMN-1 72.25
    આણંદ 66.33
    પાટણ 71.15
    નવસારી 69.16
    દાહોદ 42.22
    પોરબંદર 59.72
    નર્મદા 39.00
    ગાંધીનગર 77.84
    તાપી 48.14
    અરવલ્લી 62.93
    બોટાદ 84.93
    છોટા ઉદેપુર 35.64
    દેવભૂમિ દ્વારકા 82.86
    ગીર સોમનાથ 65.22
    મહીસાગર 47.11
    મોરબી 83.63
    સેન્ટ્રલ ADMN-2 46.79
    ગુજરાતનું કુલ પરિણામ 72.99
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply