ધોરાણ 12 સાયન્સનું 72.99 ટકા પરિણામ, મહિલાઓએ મેદાન માર્યું
Live TV
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. બાળકના ઘડતરમાં 10મું અને 12મું ધોરણ મુખ્ય ફાળો ભજવે છે. ત્યારે હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી પરિણામ વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. WWW.GSEB.ORG પર પરિણામ જાણી શકાશે. 9 વાગ્યા બાદ તમામ કેન્દ્રો પરથી માર્કશીટ મળશે.
12 માર્ચ, 2018ના દિવસે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી. 17 લાખ 14 હજાર 979 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. જેમાં ધો-10ના 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થી અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1 લાખ 34 હજાર 679 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 લાખ 76 હજાર 634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
ક્યારે વેબસાઇટ પર રિઝલ્ટ અને ક્યારે માર્કશીટ? 12 સાયન્સ અને ગુજકેટના વિદ્યાર્થીઓ માટે બોર્ડની જાહેરાત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, 2018 અને ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2018ની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પર 10 મે, 2018ના દિવસે સવારે 11:00થી 16:00 દરમિયાન કરવામાં આવશે. આ સિવાય રાજ્યના વિજ્ઞાન પ્રવાહની ઉ. મા. શાળાઓના આચાર્યશ્રીઓને વિનંતી કરવામાં આવી છે કે તેમની શાળાની માર્કશીટ મેળવી લે. બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલી દેવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2018નું પરિણામ આજે સવારે 9:00 કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવ્યું છે.
72.99 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.
42 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.
ઉંચા પરિણામમાં રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે.
રાજકોટ જિલ્લો 85.3%ના પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ
વિધાર્થી ભાઇઓ 71.84 ટકા અને બહેનોનું 74 .45 ટકા પરિણામ
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં બહેનોએ માર્યું મેદાન
એ ગ્રુપનું પરિણામ 77.29%
બી ગ્રુપનું પરિણામ 69.70%
ધો.12 સાયન્સમાં 188 દિવ્યાંગ ઉમેદવારો ઉતીર્ણ
વિદ્યાર્થીનીઓ 77.91સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ધ્રોલ 95.65
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ન બોડેલી 27.61
સૌથી ઓછું છોટાઉદેપુર 35.64
10 ટકા થી ઓછું પરિણામ ધરાવતી શાળા 26
ગ્રેડ એ 1 પરિણામ મેળવનાર ઉમેદવાર 136
અંગ્રજી માધ્યમના પરિણામની ટકાવારી 75.58
ગુજરાતી માધ્યમની ટકાવારી 72.45
પાસીંગ સ્ટાન્ડર્ડ 21 ટકા
ગેરરિતીના કેસમાં120 કેસ પેન્ડીંગ
ગત વર્ષની સરખામણીમાં પરિણામ ઓછું પરિણામ, ગત વર્ષે 81.89 ટકા હતું