Skip to main content
Settings Settings for Dark

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું

Live TV

X
  • રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવ્યું

    ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે. ગણતરીની મિનિટોમાં બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સાયન્સનું કુલ 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું 29% રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે.વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સેપ પરથી પણ જાણી શકશે. આ માટે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકાશે.

    ગુજરાતમાં 14 માર્ચ, 2023 થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
apply