ધોરાજી ખાતે 'નેશન વિથ નમો વોલન્ટીયર'ના બેનર હેઠળ સંમેલન
Live TV
-
આગામી લોકસભા ની ચૂંટણીને અનુલક્ષીને ધોરાજી ખાતે રાજકોટ જિલ્લા યુવા મોરચા દ્વારા 'નેશન વિથ નમો વોલન્ટીયર' ના બેનર હેઠળ, એક યુવા સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ સહિત રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચા ના અગ્રણી અને રાજકોટ જિલ્લા માંથી હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભામાં ફરી ભારતીય જનતા પાર્ટી ની સરકાર કેન્દ્ર માં બનશે તેવો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વક્તાઓએ ભાજપ સરકારે કરેલા વિકાસકાર્યો ની માહિતી ઘર ઘર અને દરેક મતદાર સુધી પોહ્ચે તે માટે આહવાન કર્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ કરોડો લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા ભાજપ સરકારે કરી છે અને ઘર ના ઘર નું સ્વપ્ન પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના વડપણ હેઠળ ચાલતી આ ભાજપ ની કેન્દ્ર સરકારે કરી છે. સાથો સાથ પાંચ કરોડ ગરીબ પરિવારો ને રાંધણ ગેસ કનેકશન પણ આપ્યું છે