ગુજરાતના 13 યુવાનોએ લદાખમાં આવેલ ચાદર ટ્રેક સર કર્યુ
Live TV
-
ગુજરાતના 13 યુવાનોએ લદાખમાં આવેલ ચાદર ટ્રેક સર કરવાનું સાહસ પૂરૂં કર્યું છે. માઈનસ 39 ડિગ્રી તાપમાનમાં ભારતનો સૌથી ખતરનાક ચાદર ટ્રેક ને આ યુવાનોએ સર કરીને પોતાનું સાહસ સિદ્ધ કરી બતાવ્યું છે. ચીનમાંથી નીકળીને ભારત તરફ વહેતી ઝંસ્કાર નદી ઠંડીમાં લદાખ વિસ્તારમાં થીજી જાય છે. ગુજરાત તથા દેશભરના સાહસિકો આ થીજી ગયેલી નદીના ટ્રેકને સર કરવા જતા હોય છે. ટ્રેક સર કરતા પહેલા જમ્મુ કાશ્મીર સરકાર તથા લદાખ રેસ્ક્યુ સેન્ટર ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં ફીઝીકલી ફીટનેસ યોગ્ય હોય તેવા લોકોને જ પરમીશન આપવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના આ સાહસિક યુવાનોએ હાર ન માનીને ચાદર ટ્રેક સર કર્યું હતું. ઠંડા પાણી અને બરફના સહવાસમાં પસાર કરેલા પ્રવાસનો યુવાનોએ આનંદ વ્યક્ત કર્યો હતો.