નવી યોજનાઓ માટે બાયો મેટ્રિક ટેકનોલોજી ખૂબ જ સલામત
Live TV
-
ભારત સરકારના સોશિયલ વેલફેર સંબંધિત નવી યોજનાઓ માટે બાયો મેટ્રિક ટેકનોલોજી ખૂબ જ સલામત છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં બાયોમેટ્રિક સેવા પૂરી પાડતી કંપની દ્વારા જણાવાયું હતું કે, હાલમાં અનેક સરકારી યોજનાઓ જેમકે આયુષ્યમાન ભારત, મનરેગા, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં બાયોમેટ્રિક ટેકનોલોજીનાં આવવાથી એક નવી ક્રાંતિ સાથે ભ્રષ્ટાચાર રોકવામાં પણ આ ટેકનોલોજી ઉપયોગી બની છે. સાથે-સાથે આ ટેકનોલોજી સંપૂર્ણ "મેડ ઈન ઈન્ડિયા" અને "મેક ઈન ઈન્ડિયા "આધારીત બનીને વિશાળ સંખ્યામાં દેશના ટેકનોક્રેટ યુવાનોને રોજગારી પણ ઉપલબ્ધ કરાવી રહી છે.