ગીર સોમનાથ જીલ્લો દેશી ગોળના ઉત્પાદન માટે પ્રખ્યાત
Live TV
-
ગીર સોમનાથ જિલ્લો દેશી ગોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. અહીં સરેરાશ વરસાદ સારો રહે છે અને અહીની જમીન ફળદ્રુપ રહેતા જિલ્લામાં શેરડીનું મબલખ ઉત્પાદન થાય છે. ગીરનાં સુત્રાપાડા, તાલાલા, કોડીનાર અને ઉના સહિતનાં વિસ્તારોમાં શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આ જિલ્લામાં ગોળ બનાવવા માટે ઘણા રાબડા ચાલે છે પણ શેરડી પકાવતા ખેડૂતો આ વર્ષે થોડી મુશ્કેલીમાં મુકાયા છે. અત્યાર સુધી એક ટન શેરડીના 2100 રૂપિયા મળતા હતા પણ અચાનક 15 દિવસમાં ભાવ ઘટી 1600 થઈ ગયા છે. આ ભાવ ઘટાડા પાછળ શેરડીનું સારુ એવું ઉત્પાદન, બહારથી ગોળની આયાત તેમજ રાષ્ટ્રીય સ્તરે ગોળના ભાવમાં ઘટાડો મુખ્ય કારણો છે.