ધોરાજી તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું
Live TV
-
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ધોરાજી તાલુકાના 18 ગામોમાં ભ્રમણ કરી કે.ઓ. શાહ કોલેજ ખાતે આવી પહોંચતા રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. રથમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવવામાં આવી હતી અને તમામને કેન્દ્રની અનેક યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ પોતે મેળવેલ યોજનાના લાભ અંગે પ્રતિભાવ આપ્યા હતા. આ તકે ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને શહેરના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.